New Update
/connect-gujarat/media/post_banners/3e08262629c7093251831faba8e966350719ad6d6fc98d47b8c43831b603ca84.jpg)
ભરૂચમાં આજરોજ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને સામાન્ય જનનું જીવન જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે ત્યારે ભરૂચમાં આજરોજ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ભરૂચમાં શક્તિનાથ, પાંચબત્તી અને રેલ્વે સ્ટેશન સહિતના પોઈન્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મુખ્ય માર્ગને અડીને પાર્ક કરાયેલ વાહનોને ટોઇંગ કરવામાં આવ્યા હતા અને વાહંચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.