/connect-gujarat/media/post_banners/9a6929ec7dc18f10287a33e4350b7bb9e8e583816384683d8044498c752af8af.jpg)
ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનની હદમા આવતી હોટલોના માલિકો અને વોચમેનો સાથે સુરક્ષા અંગે પોલીસ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પી.એસ.આઈ. કે.એમ.ચૌધરીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતે એક શિબિરનું આયોજન કરાયું હતું જેમાં નબીપુર પો.સ્ટે.ની હદમાં આવતી તમામ હોટલોના માલિકો અને વોચમેનો ઉપસ્થિત રહયા હતા. જેમાં CCTV કેમેરાનું મહત્વ સમજાવ્યું હતું. CCTV કેમેરાની મદદથી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકી શકાય છે અને થયેલ ગુનાઓનો પર્દાફાશ થઈ શકે છે.
સાથોસાથ એ પણ સમજાવ્યું કે જો તમારી હોટલના કમ્પાઉન્ડમાં કે આજુબાજુમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વાહન જણાઈ આવે તો તેની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી. આ શિબિરમાં આશરે 50 જેટલા હોટલોના માલિકો અને વોચમેનો ઉપસ્થિત રહયા હતા.