/connect-gujarat/media/post_banners/21f2c390cb97289e9a450b06be171fc58426836c4adeccb341c36403a509b42a.webp)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવલી ગામ ખાતેથી જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દરોડા પાડી હજારોના મુદ્દામાલ સાથે 8 જેટલા ખૈલીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના કાવી પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ કાવલી ગામ ખાતેથી જુગાર રમતા 8 જેટલાં જુગારીઓને ક્રાઇમ બ્રાંચ દ્વારા હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા જુગારીઓમાં ફાફડાટનો માહોલ છવાયો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે કાવલી ગામ ખાતે ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે જુગાર રમી રહેલા ઇસ્માઇલ યાકુબ પટેલ, જાબીર ઉસ્તાદ, ફેસલ ઐયુબ વાડીના, મહંમદ યાકુબ ગના, આસિફ ઇકબાલ દીવાન, ફિરોજ અહમદ પઠાણ, નાસિર અલીખાન તેમજ યાસીન યાકુબ અંકુને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પર લાગેલ રોકડ રકમ સહિત કુલ રૂ. 64 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.