ભરૂચ: વાડી-વાલિયા માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ વૃક્ષો પોલીસ દ્વારા દૂર કરાયા

પી.આઈ. કે.એમ.વાઘેલાએ અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે રોડને અડીને આવેલ ઝાડી ઝાંખરાઓને દૂર કરવાની સરાહનીય કામગીરી કરી

New Update
ભરૂચ: વાડી-વાલિયા માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ વૃક્ષો પોલીસ દ્વારા દૂર કરાયા

ભરૂચના વાલિયા પોલીસ મથકના પી.આઈ. કે.એમ.વાઘેલાએ વાડી-વાલિયા માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે રોડને અડીને આવેલ ઝાડી ઝાંખરાઓને દૂર કરવાની સરાહનીય કામગીરી કરી હતી પોલીસ પ્રજાની મીત્ર હોવાની કહેવાતને વાલિયા પોલીસે સાર્થક કરી બતાવી છે.છેલ્લા ઘણા સમયથી વાલિયા-વાડી રોડ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી જે અકસ્માતની મોટાભાગની ઘટના માર્ગની બાજુમાં ટર્નિંગ પાસે વૃક્ષોની ડાળીઓ અને ઝાડી ઝાખરાને પગલે બની હોવાનું વાલિયા પોલીસને ધ્યાન પર આવ્યું હતું જેને પગલે વાલિયા પોલીસ મથકના પી.આઈ કે.એમ.વાઘેલાએ ખડેપગે ઉભા રહી બે પોલીસ જવાનો અને જી.આર.ડીના બે જવાનો મળી કુલ ચાર જવાનોની મદદ વડે માર્ગની બાજુની તમામ ઝાડી ઝાખરા દૂર કર્યા હતા પોલીસ મથકના જવાનોની આ સરાહનીય કામગીરીને લઈ રાહદારીઓ પણ પોલીસની કામગીરીના ભર પેટ વખાણ કર્યા હતા.

Advertisment