Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ…

શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

X

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ સરકારી કચેરીઓ સહિત જાહેર માર્ગો પરના સર્કલોને રોશનીથી ઝળહળતા કરવામાં આવશે.

ભારત દેશ તેમજ ગુજરાતમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇને તંત્રથી માંડી શૈક્ષણિક શાળાઓમાં પણ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભરૂચમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે શહેરના હાદસમાં વિસ્તાર એવા પાંચબત્તી સર્કલ, કલેકટર કચેરી સર્કલ, શક્તિનાથ સર્કલ, રેલવે સ્ટેશન સર્કલ સહિત સોનેરી મહેલ સર્કલ ધૂળની ડમરીથી ખદબદી રહ્યા હતા, જેને પાલિકાના ફાયર વિભાગ દ્વારા પાણીથી સાફ કરવામાં આવ્યા છે. તો સરકારી ઇમારતોને પણ રંગબેરંગી લાઇટિંગથી સજાવી ભરૂચ શહેરને દુલ્હનની જેમ શણગારવા માટે તંત્ર કામે લાગ્યું છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વિવિધ કાર્યક્રમો સાથે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવનાર છે. ભરૂચમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ચાલી રહેલી કામગીરી અંગે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે નિરીક્ષણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તો બીજી તરફ, ભરૂચ શહેર તથા જીલ્લાના બજારોમાં દેશની આન, બાન અને શાન સમાન તિરંગાનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું જોવા મળ્યું છે.

Next Story