/connect-gujarat/media/post_banners/9aec85fdda1c545e2216bdb295409012bd846e3b35855d0264544d8c6bb99c62.jpg)
પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ જિલ્લાના જંબુસર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વાંધાજનક નિવેદનને વખોડી નાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આગેવાનો અને મહિલાઓ આ વિરોધ પ્રદર્શનમા જોડાયા હતા.
જેમાં જંબુસર શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાની હાય હાય બોલાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે જ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરાય હતી. આ માંગ પૂર્ણ ન થાય તો ભાજપના કાર્યકર્તાઓની પ્રવેશબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
વિરોધ સાથેનું આવેદન પત્ર પણ જંબુસર પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું. જોકે, વિરોધ પ્રદર્શનમા “મોદી તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં”ના સૂત્રોચ્ચાર પણ સાંભળવા મળ્યા હતા.