ભરૂચ: કોંગ્રેસ દ્વારા બજરંગ દળને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરતા યોજાયુ વિરોધ પ્રદર્શન

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બજરંગ દળને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરતા ભરૂચમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

New Update

કર્ણાટક વિધાનસભાની ચુટણીમાં કોંગ્રેસે તેના મેન્યુફેસ્ટોમાં બજરંગદળ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે અને બજરંગદળને આતંકવાદી સંગઠનો સાથે સરખાવાની જે વાત કરીછે તેના વિરોધમાં બજરંગદળ દ્વારા ભરૂચના પાંચબત્તી સર્કલ નજીક સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો જોડાયા હતા.આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના મંત્રી અજય મિશ્રા,બજરંગ દળ ભરૂચ જિલ્લા સંયોજક દીપક પાલિવાલ, વિરલ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.