/connect-gujarat/media/post_banners/4845321bbddc7602d65c7bde9fe50c124691190dc4b52e827801f46e859d84a9.jpg)
ભરૂચ શહેર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા અને સલામતી તેમજ વીજ બચત અંગે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ શહેર કચેરી દ્વારા વીજ સુરક્ષા, સલામતી અને શહેરીજનો વીજ બચત કરે તેવા હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેર વીજ કંપનીના ડેપ્યુટી સીટી એન્જિનિયર એસ.એસ.પારગીની અધ્યક્ષતા હેઠળ ભરૂચ શહેરના જિલ્લા પંચાયત કચેરી પાછળ આવેલ DGVCL કચેરી ખાતેથી જનજાગૃતિ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલી દ્વારા જન જન સુધી વીજ સુરક્ષા અને સલામતીના સૂત્રોચ્ચારો દ્વારા શહેરીજનોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલી દરમ્યાન મોટી સંખ્યામાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી લોકોને વીજ સુરક્ષા અને સલામતીના નિયમો અંગે માહિતગાર કર્યા હતા.