ભરૂચ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધી જન્મ દિનની વૃધ્ધોને ભોજન જમાડી ઉજવણી કરી

રાહુલનો જન્મ સોનિયા અને રાજીવ ગાંધી ના નેહરુ-ગાંધી પરિવારમાં થયો હતો, જ્યારે સુરક્ષાનાં કારણોસર રાહુલે સ્કૂલમાં સ્થાન લીધું હતું.

New Update
ભરૂચ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધી જન્મ દિનની વૃધ્ધોને ભોજન જમાડી ઉજવણી કરી

આજે રાહુલ ગાંધીનો 51મો જન્મદિવસ ત્યારે દેશમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે તે સાથે જ તેને કોંગ્રેસ કાર્યકરારો એ સેવા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વૃધ્ધોને ભોજન જમાડી જન્મદિવસની ઉજવણી કરી

રાહુલનો જન્મ સોનિયા અને રાજીવ ગાંધી ના નેહરુ-ગાંધી પરિવારમાં થયો હતો, જ્યારે સુરક્ષાનાં કારણોસર રાહુલે સ્કૂલમાં સ્થાન લીધું હતું. તેમણે ઉપનામ હેઠળ વિદેશમાં અભ્યાસ કર્યો હતો.૨૦૦૪માં રાહુલ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો, તે પહેલાં જાહેર ક્ષેત્રમાં દૂર રહ્યા હતા. તેમણે સફળતાપૂર્વક અમેઠી બેઠકથી ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓ લડી હતી, જે અગાઉ તેમના પિતા દ્વારા યોજાયેલી બેઠક હતી; તેઓ ૨૦૦૯ અને ૨૦૧૪માં આ મતવિસ્તારમાંથી ફરી જીત્યા હતા.કોંગ્રેસમાં યુવાનોને રાજકારણનો હિસ્સો બનાવી દેશના વિકાસ કાર્યોમાં યુવાનોને આગળ લાવાના પ્રયાસ કરી યુવા નેતા તરીકેની પોતાની છબી દેશ દુનિયામાં ઉભી કરનાર રાહુલ ગાંધીના 51મા જન્મ દિવસની ઉજવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડીલો ના ઘર ખાતે રાહુલ ગાંધ ની 51 મી જન્મદિવસની નિમિત્તે વૃદ્ધોને ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ તેજપાલ સોખી, અરવિંદ દોરાવાલા દિનેશ અડવાણી, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી વૃધ્ધોને ભોજન કરાવ્યું હતું.

Latest Stories