Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના સીમધરા નજીક SOUને જોડતા મુખ્ય માર્ગ પર ભરાયા વરસાદી પાણી, વાહનચાલકોને હાલાકી...

ઝઘડીયા તાલુકાના સીમધરા નજીક SOUને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાય જતાં અનેક વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો.

ભરૂચ : ઝઘડીયાના સીમધરા નજીક SOUને જોડતા મુખ્ય માર્ગ પર ભરાયા વરસાદી પાણી, વાહનચાલકોને હાલાકી...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સીમધરા નજીક SOUને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાય જતાં અનેક વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, ભરૂચ જિલ્લા સહિત ઝઘડીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જેમાં અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હોવાના કારણે ચર્ચામાં રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં આ માર્ગ પર મસમોટા ખાડા પડી જાય છે. તેમજ કેટલીક જગ્યાએ માર્ગ પર પાણી ભરાવાના કારણે માર્ગ બંધ થઈ જતો હોય છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. એવી જ રીતે ઝઘડીયા તાલુકાના સિમધરા ગામ નજીક SOUને જોડતા માર્ગની બંને તરફ 2થી 3 ફૂટ જેટલું પાણી ભરાય જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ પાણીમાંથી મોટા વાહનો તો પસાર થઈ રહ્યા હતા. પરંતુ નાના વાહનોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ માર્ગ પર પાણી ભરાય જાય છે, જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Next Story