Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત...

ભરૂચ શહેર તથા જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

X

ભરૂચ શહેર તથા જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. એકાએક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી સામે આંશિક રાહત મળી હતી.

હવામાન વિભાગની આગાહી અનુસારમ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, ત્યારે આજરોજ રવિવારની વહેલી સવારથી જ ભરૂચ શહેર તથા જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જોકે, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે લોકોને ગરમી સામે આંશિક રાહત મળી હતી. દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. એકાએક ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. તો બીજી તરફ, વરસાદના પગલે ખેડૂતો પણ પાકને લઈને ચિંતામાં મુકાયા હતા.

Next Story