Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજીવ ગાંધીની જન્મજયંતિની જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાઇ

જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી જન્મજયંતિની ઉજવણી, કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

X

દેશનાપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્ટેશન રોડ સ્થિત કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિની ભરૂચ જિલ્લા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે એકત્ર થયેલાં કોંગી કાર્યકરોએ સ્વ. રાજીવ ગાંધીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દેશના વિકાસમાં સ્વ.રાજીવ ગાંધીએ આપેલાં યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું અને તેમણે ચીંધેલા માર્ગ પર ચાલવા માટે સૌ કોંગ્રેસીઓએ શપથ લીધાં હતાં.

આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા, શહેર પ્રમુખ વિકી સોખી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન સહિત શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Next Story