અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત શ્રી ભરૂચ શહેર બહારના રાણા સમાજ પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન તેમજ તેજસ્વી તારલાઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાણા સમાજ પરિવારના અલગ અલગ ગામેથી આવીને ભરૂચ શહેર ખાતે વસેલા છે. અત્યારના આધુનિક યુગમાં અલગ અલગ ક્ષેત્રમાં દરેક સમાજ કેવી રીતે આગળ વધે અને પ્રગતિ કરે તે હેતુસર અનેક કાર્યક્રમો કરતા રહે છે, ત્યારે ભરૂચ શહેર બહારના રાણા સમાજ પરિવારનું એક સુંદર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન અનિલ રાણા કે, જેઓ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ છે. જેઓના પ્રમુખ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને તેમજ સમાજની મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે સાથે સમાજના સિનિયર સીટીઝન એટલેકે 75 વર્ષની ઉંમરના વડીલોને સાલ ઓઢાળી સમ્માનિત કર્યા હતા. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સમાજના યુવક-યુવતીઓ વધુને વધુ સફળતા મેળવી તેમના જીવનમાં યશ પ્રાપ્તિ મેળવે અને સમાજનું ગૌરવ વધારે તેવા ધ્યેય સાથે તેઓને શૈક્ષણિક પ્રોત્સાહનરૂપી ઇનામ આપવામાં આવ્યા હતા. શિશુ 1થી લઈને કોલેજ તેમજ એન્જિનિયરિંગ સુધીના વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમારંભના પ્રમુખ અનિલ રાણા, અતિથિ વિશેષ તરીકે પધારેલ સનત રાણા, ભરૂચ નગરપાલિકા કોર્પોરેટર ચેતન રાણા, પંકજ રાણા, ભરત રાણા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્નેહમિલન તેમજ શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણ સંભારમાં સમાજના નવયુવાન યુવક યુક્તિઓ તેમજ વડીલોના માર્ગદર્શન હેઠળ સમાજની પડખે રહી ખભે ખભા મિલાવી આવનાર સમયમાં રાણા સમાજ શહેર તેમજ જિલ્લામાં આગવું સ્થાન બનાવી સમાજનું ગૌરવ વધારે તેવા હેતુસર દર વર્ષે આવા કાર્યક્રમો થકી લોકોને પ્રોત્સાહન પૂરું પાડી રાણા સમાજની ગૌરવ યાત્રાને આગળ વધારતા રહેશે.