/connect-gujarat/media/post_banners/ae7cf0e906ea0505b7f4b71ceb7c42f577076eaa921ba329e2bcb27f14d9f971.webp)
આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ચાઈનીઝ દોરી અને તુકકલ ઉપર પ્રતિબંધ હોય આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી.કામળિયા અને તેમની ટીમ દ્વારા આજ રોજ આમોદના માર્કેટમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આમોદમાં પતંગ અને રીલની દરેક દુકાનો ઉપર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી જો કે આમોદ પોલીસની ટીમે આમોદ માર્કેટમાં દરેક પતંગ તેમજ દોરીની દુકાનમાં ચેકીંગ કર્યું હતું છતાં પોલીસને ચાઈનીઝ દોરી કે તુકકલ કઈ હાથ લાગ્યું નહોતું.એક તરફ ઘાતક ચાઈનીઝ દોરીના ઉપયોગથી નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાય છે ત્યારે ચાઈનીઝ દોરીનું વેંચાણ ના થાય માટે આમોદ પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.