Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દીપાવલીના પર્વને અનુલક્ષીને રંગોળી સ્પર્ધાનું આયોજન,25સ્પર્ધકોએ લીધો ભાગ

રોટરી કલબ ઓફ ભરૂચ તથા દિવ્ય ભાસ્કરના સંયુકત ઉપક્રમે દિપાવલીના પર્વને અનુલક્ષી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

X

ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે દીપાવલીના પર્વને અનુલક્ષીને રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતુ ભારતીય સંસ્કૃતિમાં રંગોળીનું અનેરું મહત્વ રહેલું છે.જેમાં દિવાળીમાં મહિલાઓ પોતાના આંગણામાં રંગોળી બનાવતી હોય છે.આ કલાને લોકો સુધી પહોંચાડવા માટે ભરૂચમાં રોટરી કલબ ઓફ ભરૂચ તથા દિવ્ય ભાસ્કરના સંયુકત ઉપક્રમે દિપાવલીના પર્વને અનુલક્ષી રંગોળી સ્પર્ધાનું આયોજન રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ભરૂચ,અંકલેશ્વર સહિતના શહેરોમાંથી 25થી વધારે સ્પર્ધકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.જેમાં સ્પર્ધકોએ 3 કલાકના અથાગ પરિશ્રમ બાદ અવનવી અને કલાત્મક રંગોળી તૈયાર કરી હતી.આ રંગોળી સ્પર્ધામાં કુલદીપ રાણા અને સંગીતા ભાટિયાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે રોટરી કલબના પ્રમુખ રીઝવાના જમનીદાર, પ્રોજેકટર ચેરપર્સન પરિંદા શાહ, કલબના પૂર્વ પ્રમુખ મનીષા ઠાકોર અને દિવ્ય ભાસ્કરના બ્યુરો ચીફ કલ્પેશ ગુર્જર હાજર રહ્યા હતા

Next Story