ભરૂચ: રાષ્ટ્રીય અંધજન ફ્લેગ દિવસની ઉજવણીનું આયોજન

ભરૂચમાં રાષ્ટ્રીય અંધજન ફ્લેગ દિવસની ઉજવણી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત.

New Update
ભરૂચ: રાષ્ટ્રીય અંધજન ફ્લેગ દિવસની ઉજવણીનું આયોજન

ભરૂચમાં રાષ્ટ્રીય અંધજન ફ્લેગ દિવસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમા પાસેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પાંચબત્તી થઈ સેવાશ્રમ રોડ ખાતે આઇસીઆઇસીઆઇ બેંકની સામે અંધજન મંડળના કાર્યાલય ખાતે સમાપન કરવામાં આવી હતી. જ્યાં અંધજન મંડળના સભ્યોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં યેનકેન પ્રકારે પોતાની આંખો ગુમાવનાર અંધજનો માટે લોકોની લાગણી સહાનુભૂતિ અને આર્થિક રીતે પગભર કરવાના પ્રાયસના ભાગરૂપે અંધજન મંડળ દ્વારા આજના દિવસે 100 અંધજન વ્યક્તિઓની સાથે શહેરમાં રેલી કાઢી લોકોમાં અંધજન વ્યક્તિઓ માટે સહાનુભૂતિ, અને આર્થિક મદદ થાયતે ભાવથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માજી મંત્રી ખુમાન સિંહ વાસીયા, જિલ્લા ભજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, અંધજન મંડળના પ્રમુખ વાસંતીબેન સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment