ભરૂચ: મતદાન જાગૃતિ માટેનો રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરશે, વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસ

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું

New Update

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં વધુમાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આજે ગુરૂવારે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, અધિક કલેક્ટર એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ દ્વારા મતદાન જાગૃતિ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.પાંચેય વિધાનસભામાં આ રથ ભ્રમણ કરી મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવશે. સાથે જ જિલ્લા કલકેટરે હું પણ મતદાર અને અવશ્ય મતદાન કરીશની સેલ્ફી પણ આપી હતી અને તેના દ્વારા મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

Latest Stories