ભરૂચ: જીલ્લામાં 3 સ્થળોએથી નીકળતી રથયાત્રા રદ્દ, મંદિર પરિષરમાં જ ફરશે રથ

મંદિર પરિષરમાં જ રથ ફેરવવામાં આવશે, ભરૂચમાં 2 અને અંકલેશ્વરમાં 1 સ્થળેથી નીકળે છે રથયાત્રા.

New Update
ભરૂચ: જીલ્લામાં 3 સ્થળોએથી નીકળતી રથયાત્રા રદ્દ, મંદિર પરિષરમાં જ ફરશે રથ

ભરૂચ જિલ્લામાં નીકળનાર રથયાત્રાને કોરોનાનું ગ્રહણ નડયું છે. જીલ્લામાં 3 સ્થળોએથી નીકળતી રથયાત્રા રદ્દ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા નગરચર્યાએ નિકળે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે પરંતુ કોરોના મહામારીના કારણે ભરૂચ જીલ્લામાં 3 સ્થળોએથી નીકળતી રથયાત્રા રદ્દ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચ શહેરમાં સમસ્ત ભોય જ્ઞાતિપંચ તેમજ ઇસ્કોન મંદિર તો અંકલેશ્વરમાં ભરુચીનાકા નજીક આવેલ જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જો કે કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે આ મંદિરોએથી રથયાત્રા નીકળશે નહીં. ભગવાનના રથ માત્ર મંદિર પરિષરમાં જ ફેરવવામાં આવશે અને પૂજન અર્ચન કરવામાં આવશે. ભક્તો માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ભગવાનના દર્શન કરી શકશે.

Latest Stories