Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાદ'વિવાદ વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તેજપ્રીત શોકીની પુનઃ વરણી, કોંગી કાર્યકરોએ કર્યું સન્માન...

ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ તેજપ્રીત શોકીને પુષ્પગુચ્છ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

X

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કક્ષાએથી હાલ રિપીટ થીયરીનું અનુકરણ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા વાદવિવાદો વચ્ચે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તેજપ્રીત શોકીની પુનઃ વરણી કરાતા કોંગી કાર્યકરોએ સન્માન કર્યું હતું.

ભરૂચ જિલ્લામાં સ્વ. અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસમાંથી ઘણા કાર્યકરો નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે, ત્યારે આ વચ્ચે કોંગ્રેસને ફરી એકવાર મજબૂત નેતાગીરી અને માર્ગદર્શન મળે તેવા પ્રયાસોના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવા ચહેરાને પક્ષની જવાદારીનું જોખમ ખેડવાના બદલે ભરૂચ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ તરીકે જૂના જ પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કક્ષાએથી ભરૂચ જિલ્લા અને શહેરના નવા પ્રમુખની જગ્યાએ જૂના પ્રમુખોને જ રિપીટ કરતા ઘણા મોટા આગેવાનો દ્વારા રાજીનામા ધરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

જોકે, તેમ છતાં પ્રદેશ કક્ષાએથી જૂના પ્રમુખોને જ રિપીટ કરાતા આજરોજ ભરૂચ શહેરના કોંગી આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતમાં ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ તેજપ્રીત શોકીને પુષ્પગુચ્છ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગર પાલિકાના કોંગી કાઉન્સિલર સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાળા સલીમ અમદાવાદી,મહિલા જિલ્લા પ્રમુખ જ્યોતિ બેન પરમાર સહીતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

Next Story