ગુજરાત સહિત ભરૂચમાં કોરોનાએ ફરી માથુ ઉચકયું હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. લોકોની આ બેદરકારી જીવલેણ સાબિત થઇ શકે છે.
ભરૂચમાં ગત વર્ષે કોરોનાની લહેર ચાલી રહી હતી ત્યારે ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડા પર આવેલાં કોવીડ સ્મશાનનો નજારો સૌ કોઇના હૈયા હચમચાવી દેતો હતો. સતત સળગતી ચિતાઓ અને પરિવારજનોના આંસુ ખરેખર વાતાવરણને ગમગીન બનાવી દેતાં હતાં. કોરોનાના કારણે હજારો લોકોએ પોતાના સ્વજનો ગુમાવી દીધાં છે. કોરોનાની લહેર ઓછી થયા બાદ જનજીવનની ગાડી ફરી પાટા પર આવી છે અને લોકો જાણે કોરોનાને ભુલી ગયાં હોય તેમ લાગી રહયું છે. તહેવારો અને ચુંટણી બાદ ફરીથી કોરોનાએ માથુ ઉચકયું છે ત્યારે અમારી ટીમે ગોલ્ડનબ્રિજ ખાતેના સ્મશાનની મુલાકાત લીધી હતી. આવો જોઇએ કેવો છે સ્મશાનનો માહોલ..