ભરૂચ : ગુમાનદેવ મંદિરે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો સંપન્ન…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિર ખાતે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ગુમાનદેવ મંદિરે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો સંપન્ન…
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિર ખાતે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે સાકેતવાસી મહંત રામલક્ષ્મણદાસ મહારાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે મંદિર પરીસરમાં ભંડારો, શોભાયાત્રા તેમજ સુંદરકાંડ સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાનમાં રાખી નિયમોના પાલન સાથે રાજ્યભરમાંથી પધારેલા મહંતોની હાજરીમાં ઉજવણી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કશ્યપ ઋષિ આશ્રમ બરવાલા કુંડથી પધારેલા રાષ્ટ્રીય સંઘ સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી રાજેશ્વરગીરી સહિત મોટી સંખ્યામાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #CGNews #ConnectGujarat #BeyondJustNews #celebration #GumandevTemple #Maharaj #CoronaGuideline #Punyatithi #Jhaghdiya #Ramalakshmanadas #Feast
Here are a few more articles:
Read the Next Article