/connect-gujarat/media/post_banners/1cdf5c175f8ee1196050290e29fe7d8055d0fa5148a793fe5b91c8c039e8e7f1.jpg)
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાં વરસેલા ભારે વરસાદના કારણે વહીવટી તંત્ર દ્વારા 350થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સામાજિક આગેવાનો દ્વારા તમામ અસરગ્રસ્તો માટે આવાસ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજ્યભરમાં છેલ્લા 4 દિવસથી અવિરત મેઘમહેરની સાથે ભરૂચ જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી, ત્યારે ભરૂચ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયુ હતું. તેવામાં હાંસોટ તાલુકાના કઠોદરા, ઓભા, આસરમા અને પાંજરોલી સહિતના 350થી વધુ અસરગ્રસ્ત ગ્રામજનોનું વહિવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ તમામ અસરગ્રસ્તો માટે સામાજિક આગેવાનો દ્વારા આવાસ અને ભોજનની વિશેષ સુવિધા પુરી પાડવામાં આવી હતી.