Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રોસ્કો સોસાયટીના રહીશોએ કર્યું "RPL" ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સૌકોઈ રમ્યા ક્રિકેટ...

ભરૂચની રોસ્કો સોસાયટીમાં સોસાયટીના રહીશોએ તમામ વિગમાંથી લોકોને તૈયાર કરી સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે .

X

ભરૂચ જિલ્લામાં ઉનાળાના વેકેશનમાં વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે પરંતુ ભરૂચની રોસ્કો સોસાયટીમાં સોસાયટીના રહીશોએ તમામ વિગમાંથી લોકોને તૈયાર કરી સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે .

ભરૂચના ધર્મનગર સોસાયટી નજીક નવનિર્માણ પામેલ રોસ્કો સોસાયટી ખાતે સોસાયટીના રહીશોમાં આત્મીયતા કેળવાય અને સોસાયટીમાં એકતા જળવાઈ રહે તેવા હેતુથી સોસાયટીના તમામ લિંગના સભ્યો સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું નામ પણ રોસ્કો પ્રિમિયર લિંગ એટલે કે આરપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ આપવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશો મોટી માત્રામાં ક્રિકેટ ટુર્નામેન્ટનો લાભ લઇ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ક્રિકેટ મેચ યોજાઇ રહી છે વિજેતા ટીમ અને બેસ્ટ બોલર અને બેસ્ટ મેન તેમજ મેચ ઓફ સીરીઝ વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે. સોસાયટીમાં જ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી સોસાયટીના રહીશોની એકતા જળવાઈ રહે અને સોસાયટીના રહીશોમાં આત્મીયતા કેળવાય તે હેતુથી પોતાની જ સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે પણ રોસ્કો સોસાયટીના રહીશોએ અપીલ કરી છે.

Next Story