ભરૂચ જિલ્લામાં જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા ભરૂચમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.
ભરૂચ -અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સામે મુખ્ય માર્ગો સાંકળા હોવા સાથે ગેરકાયદેસર પાર્કિગના કારણે ટ્રાફિક જામ જેવા દ્રશ્ય હવે શહેરમાં અવારનવાર સામે આવી છે . ભરૂચ સ્ટેશન,પાંચબતી ,મોહંમદપુરા,શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો પર રીક્ષા ચાલકો રોજી મેળવા રિક્ષા ઊભી રાખી પેસેન્જરોને બેસાડતા ઘણી વખત રીક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા રીક્ષા એસોશીએશન દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને રીક્ષા સ્ટેન્ડ આપવા રજૂઆત કરી આક્ષેપ સાથે રોષ વ્યકત કરતાં જણાવ્યુ હતું કે 82 જેટલા ઓટો રીક્ષા સ્ટેન્ડની વારંવાર માંગણી કરવા છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા નથી. વહેલી તકે રિક્ષાચાલકોને સ્ટેન્ડની ફાળવણી કરવાની માંગ સાથે જિલ્લા સમાહર્તાને રજુઆત કરી હતી.