ભરૂચ: દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેતી થઈ..

ભરૂચમાં દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેવા લાગી હતી.

ભરૂચ: દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેતી થઈ..
New Update

ભરૂચમાં દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેવા લાગી હતી. જેમાં 3 લોકો ને ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે ઉપર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે એવી જ એક ઘટના ગઇ કાલ રાત્રે ભરૂચથી ટેન્કર દૂધ ભરીને ગાંધીનગર જઈ રહ્યું હતું. જે દરમ્યાન નબીપુર ખાતે ઝનોર ચોકડી ઓવર બ્રિજ ઉતરતા ઉભેલા ટેન્કરમાં ટ્રક ધડાકા ભેર અથડાતા ટેન્કરના ક્લીનર અને મિકેનિક સહિત ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ટ્રક ટેન્કરના પાછળના ભાગે અથડાતા ટેન્કરના પાછળના વાલ્વ સહિત લાઈનમાં નુકશાન થતા રોડ પર દૂધની નદી વહેવા લાગી હતી. જેને પગલે રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી. આ અકસ્માત અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા તેઓએ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને બંને વાહનોને સાઈડ પર કરી ટ્રાફિકને હળવો કરાયો હતો.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #accident #National Highway #truck #Milk Tanker #Milk Flooded
Here are a few more articles:
Read the Next Article