/connect-gujarat/media/post_banners/33dbb6283e51b405a68dd8e55913f1fec028eff39fb3266a5cd370c52c5e58cf.jpg)
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું..અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ રાધે પાર્ક સોસાયટીમાં બિસ્માર બનેલ માર્ગને પગલે સ્થાનિકોને અવર જવર માટે યતનાઓ વેઠી રહ્યા હતા આ અંગે રહીશોએ પૂર્વ સહકાર મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ અંકલેશ્વર નગર પાલિકામાં રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂપિયા 12 લાખના ખર્ચે આર.સી.સી.મંજૂર કરવામાં આવ્યો છે જે મુખ્ય માર્ગનું આજરોજ નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,કારોબારી ચેરમેન સંદીપ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવક સુરેશ પટેલ,અન્ય નગર સેવકો,ભાજપના હોદ્દેદારો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.