ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા સિમોદરા ગામે બિસ્માર રસ્તાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે રસ્તાનું જલ્દીથી સમારકામ કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા સિમોદરા ગામે શાળા ફળિયામાં મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે, વરસાદી સિઝનમાં રસ્તા ઉપર કાદવ કિચડ જામી જતાં લોકોને અવરજવર કરવા માટે પણ ખુબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયત દ્વારા ભર ચોમાસે રસ્તાને ખોદી ગટર લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ કામ અધૂરું મૂકી દેતાં આ રસ્તો ખુબ જ બિસ્માર બની ગયો છે. જેથી કરીને શાળાએ જતા બાળકોને પણ કાદવ કીચડમાં ચાલીને જવું પડે છે. ત્યારે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરાવવામાં આવે એવી તંત્ર પાસે સીમોદરા ગામના લોકોએ માંગ કરી છે.