/connect-gujarat/media/post_banners/720e1fd90ccca673f00aa313fd75ff021c77f63a75e057dc9922912f07cf76b1.jpg)
ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃધ્ધાને આંતરીને લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા 65થી70 વર્ષીય રમીલાબેન પટેલના ઘરના પાછળના વાડામાં આવેલા ઘરના પડેલા બખોલામાંથી બે વ્યક્તિઓએ પ્રવેશ કરી વૃધ્ધાને પલંગ સાથે બાંધી મોઢાના ભાગે મારમારી લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા.ચોર ઈસમોએ ઘરમાં પ્રેવેશ કરી વૃધ્ધાને પલંગ સાથે બાંધી રોકડ રકમ,કાનમાં પહેરેલ સોનાની બુટી સહિતના દાગીના આંચકી લીધા હતા.આ સમગ્ર ઘટના બાદ પલંગ સાથે બંધાયેલા રમીલાબેને હિંમત કરી બંધન મુક્ત થઈ ઘરની બહાર નીકળી આજુબાજુના લોકોને જાણ કરતા લોકોએ તેમના જમાઈને જાણ કરતા શૈલેષ પટેલ તાત્કાલિક ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં આવી સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરતા સી ડિવિઝન પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પોહોંચી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે