ભરૂચ: ભાડભૂત ખાતે નર્મદા નદીના કિનારે 700 બોટનો ખડકલો, ઓરેન્જ એલર્ટના પગલે તંત્ર પણ સાબદું

હવામાન વિભાગ દ્વારા ભરૂચ જીલ્લામાં વરસાદને lai0 ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

New Update
ભરૂચ: ભાડભૂત ખાતે નર્મદા નદીના કિનારે 700 બોટનો ખડકલો, ઓરેન્જ એલર્ટના પગલે તંત્ર પણ સાબદું

હવામાન વિભાગ દ્વારા ભરૂચ જીલ્લામાં વરસાદને lai0 ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે ભાડભુત ખાતે નર્મદા નદીના કિનારે સેંકડો બોટ લંગારી દેવામાં આવી છે તો વહીવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે

હવામાન વિભાગએ નવમી જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થયો છે જેને લઇ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આહવાન કરી દેવાયું છે ભરૂચ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્રએ માછીમારોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે જેના ભાગરૂપે ભાડભૂત ખાતે મોટા પ્રમાણમાં માછીમારી કરી માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જેઓને પણ સાવચેત રહેવા તંત્રએ અપીલ કરતાં માછીમારોએ માછીમારીથી દૂર રહી પોતાની બોટને નદીના કિનારે લંગારી દીધી છે

ભાડભુતના નદી કિનારા ઉપર ૭૦૦થી વધુ બોટોને કિનારા ઉપર લંગારી દેવામાં આવી છે.વર્ષના બાર મહિનામાં ચાર મહિના માછીમારો માછીમારી કરી આખા વર્ષની રોજગારી મેળવી લેતા હોય છે અગિયારસના દિવસથીમાં નર્મદાને દૂધનો અભિષેક કરી માતાજીને ચુંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારો માછીમારીની મોસમનો પ્રારંભ કરશે એવું માછીમારોએ જણાવ્યુ હતું

Latest Stories