ભરૂચ : રોટરી ક્લબ દ્વારા કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર-કોન્સન્ટ્રેટર મશીન સેવાનો પ્રારંભ

ભરૂચ શહેરમાં કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર તથા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવાનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : રોટરી ક્લબ દ્વારા કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર-કોન્સન્ટ્રેટર મશીન સેવાનો પ્રારંભ

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ શહેરમાં કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર તથા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવાનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

હાલના સમયમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં જ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે, લોકોએ પોતાના સ્વજનો ગુમાવવા ન પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરમાં પણ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં કોરોનાના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર તેમજ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવા કાર્યરત કરવામાં આવી છે, ત્યારે કોરોના મહામારીમાં તબીબો દ્વારા લખી આપવામાં આવતી દવા અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની જરૂરિયાત માટે લોકોને પડતી હાલાકીમાંથી રાહત મળી રહેશે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા શરૂ કરાયેલ મેડિકલ સ્ટોર તેમજ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવાનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર, સેક્રેટરી રચના પોદાર, રોટેરિયન મનીષ પોદાર, અનિષ પરીખ, કેતન શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories