ભરૂચ : રૂ. 55 લાખના મુદ્દામાલ સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો

સાઉથ આફ્રીકામાં રહેતા રીઝવાન નામના વ્યક્તિ મારફતે આ હવાલો અંકલેશ્વરના વિષ્ણુ કાંતી આંગડીયા મારફતે મોકલાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું

New Update
ભરૂચ : રૂ. 55 લાખના મુદ્દામાલ સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો

ભરૂચ SOG પોલીસે રોકડા રૂપિયા 50.50 લાખ મળી કુલ રૂ. 55 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ SOG પોલીસને બાતમી મળી હતી કે, શેરપુરા નજીક શાહીન એવન્યુંમાં રહેતો ઈસમ મહમદ શકીલ હાફીજ સીરાજ પટેલ કારમાં ગેરકાયદેસર હવાલાના રૂપિયા લઈ ભરૂચ શહેરમાંથી પસાર થનાર છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવતા પાંચબતી સર્કલ નજીક કાર આવતા તેને રોકી ચેક કરી હતી.

જેમાંથી પોલીસને રોકડા રૂપિયા 50.50 લાખ મળી કુલ રૂ. 55 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે પોલીસને સંતોષકારક જવાબ ન મળતા મહમદ શકીલ હાફીજ સીરાજ પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની વધુ પુછપરછ દરમ્યાન આ નાણા આરોપીનો ભાઇ સફીક જે દુબઇમાં રહે છે.

તેઓએ સાઉથ આફ્રીકામાં રહેતા રીઝવાન નામના વ્યક્તિ મારફતે આ હવાલો અંકલેશ્વરના વિષ્ણુ કાંતી આંગડીયા મારફતે મોકલાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ અગાઉ પણ આ પ્રકારે હવાલો મોકલાવ્યો હોવાનું બહાર આવવા સાથે, આ નાણા કોને કોને પહોંચાડવાના હતા, તેમજ અગાઉ તેના દ્વારા આ રીતે કેટલી વાર હવાલાના રૂપિયા બહારથી મંગાવવામાં આવ્યા છે, તે દિશામાં પણ SOG પોલીસે તપાસ હાથ ધરી છે.

Latest Stories