ભરૂચમાં શુદ્ધ વાતાવરણ માટે તથા પર્યાવરણ બચાવોના ભાગરૂપે સાથે ઓક્સિજન ઉત્પન્ન થાય તે માટે પણ ભરૂચમાં વૈદિક હોળી માટે છાણાની ખરીદી તરફ આયોજકો આકર્ષાતાની સાથે લાકડાના વેપારીઓને મોટો ફટકો પડ્યો.
ભરૂચ જિલ્લામાં હોળી પ્રગટાવવા માટે લાકડાના મોટા વેપારીને ત્યાંથી દર વર્ષે હજારો ક્વિન્ટલ લાકડાનું વેચાણ થતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી ભરૂચ જિલ્લામાં વૈદિક હોળીના કારણે લાકડાનું વેચાણ ઘટી જતાં લાકડાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે સાથે જ લાકડાના વેપારીઓએ પણ હોળીના આયોજકોને અપીલ કરી હતી કે વૈદિક હોળી પ્રગટાવવા પરંતુ તેની સાથે થોડા ઘણા લાકડાનો ઉપયોગ પણ કરવો જરૂરી છે.લાકડાનો ઉપયોગ કરવાથી પ્રગટાવેલી હોળી અંદાજિત ત્રણ થી ચાર કલાક સુધી ચાલી શકે છે.
ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે અંદાજીત ૫૦૦ જેટલી ગાયો કાર્યરત છે અને આ ગાયનાં છાણમાંથી હોળી પ્રગટાવવા માટે પાંજરાપોળ ખાતે છાણાઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને ગાયના છાણા વૈદિક હોળી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે વૈદિક હોળી પ્રગટાવવાથી શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન થાય છે જેમાં અત્યાર સુધીમાં ૪૦૦૦ જેટલા છાણાઓનું બુકિંગ થયું હોવાની માહિતી મળી છે. ભરૂચ જિલ્લામાં હોળીના તમામ આયોજકો વૈદિક હોળી પ્રગટાવી વાતાવરણને શુદ્ધ કરે તેવી અપીલ પણ પાંજરાપોળના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે.