ભરૂચ : રક્તદાન-અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જાગૃતિ લાવવા સંકલ્પ ફાઉન્ડેશનનો પ્રયાસ

સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : રક્તદાન-અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જાગૃતિ લાવવા સંકલ્પ ફાઉન્ડેશનનો પ્રયાસ
New Update

ભરૂચ શહેરની સેવાભાવી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકાર્ય કરવામાં આવતા હોય છે. જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન નિરલ પટેલ, સામાજિક કાર્યકર પ્રશાંત પટેલ, સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાટી સહિત સભ્યો અને મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #blood donation #organ donation #create awareness #Sankalp Foundation #flying kites
Here are a few more articles:
Read the Next Article