ભરૂચ : પટેલ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં દત્તક લેવાયેલા બે પૂરગ્રસ્ત ગામના પુરપીડિતોને સહાયની સરવાણી

નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું.

ભરૂચ : પટેલ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં દત્તક લેવાયેલા બે પૂરગ્રસ્ત ગામના પુરપીડિતોને સહાયની સરવાણી
New Update

ભરૂચ પટેલ ભૃગુપુર સોસાયટીના ગરબા આયોજકો દ્વારા નવરાત્રી ઉત્સવની ઉજવણીનો ઉજાસ રેવાના ઘોડાપૂરથી પાયમાલ થયેલા છાપરા અને બોરભાઠાના ગ્રામજનો સુધી રેલવવામાં આવ્યો હતો.

નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું. ત્રીજા નોરતે પટેલ ભૃગુપુર સોસાયટીના આયોજકો દ્વારા દત્તક લેવાયેલા બે અસરગ્રસ્ત ગામના લોકોને સાધન સહાયનું વિતરણ ગરબા ગ્રાઉન્ડ પર જ કરાયું હતું.ગરબા ગ્રાઉન્ડ પર જ બંને ગામોના ગ્રામજનોને સહાય કીટની વહેંચણી સાથે ગરમાં ગરમ નાસ્તો પણ જમાડવામાં આવ્યો હતો.પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પટેલ સોસાયટીએ જણાવ્યું હતું કે, નર્મદામાં આવેલું આ વખતનું પુર ખૂબ જ ભયાનક હતું. પુર બાદ તારાજ થયેલા બંને ગામોની મુલાકાત લઈ તેઓની આવશ્યક જરૂરિયાતોની પ્રત્યક્ષ જાણકારી મેળવાઈ હતી. સોસાયટીના પ્રમુખ ભરત દેસાઈ સહિત પટેલ ભૃગુપુરના તમામ સભ્યો, આયોજકો દ્વારા બંને ગામ છાપરા અને બોરભાઠાને દત્તક લેવાયા હતા.ત્રીજા નોરતાના શુભ પ્રસંગે પુરપીડિતોને સહાયનો અવસર સાપડતા પટેલ ભૃગુપુરની ટીમ સંજય પટેલ, અમિત ચાવડા સહિતના દ્વારા સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

#Bharuch #Gujarat #CGNews #Support #Villages #victims #flood affected #Patel Society Navratri festival
Here are a few more articles:
Read the Next Article