Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના 5 પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ. 1 કરોડથી વધુના વિદેશી દારૂનો કરાયો નાશ

કડકિયા કોલેજ પાસે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં રૂપિયા 1.૭૮ કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો

X

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ પાસે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં રૂપિયા 1.૭૮ કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો

અંકલેશ્વર શહેરના પાંચ પોલીસ મથક શહેર એ ડીવીઝન,બી ડીવીઝન અને તાલુકા પોલીસ મથક તેમજ જી.આઈ.ડી.સી. સહીત પાનોલી પોલીસ મથક ખાતે વર્ષ દરમિયાન ઝડપાયેલ ૧ લાખથી વધુની બોટલો ઝડપાઈ હતી જે તમામ દારૂના જથ્થાનો નાશ કરવા નામદાર કોર્ટના આદેશ મુજબ આજરોજ ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈ,મામલતદાર કરણસિંહ રાજપૂત અને તમામ પોલીસ મથકના પી.આઈ.,પી.એસ.આઈ.સહિતના સ્ટાફની હાજરમાં કડકિયા કોલેજ પાસે અવાવરું જગ્યા ઉપર કુલ ૧.૭૮ કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

Next Story