ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલની સંવેદનશીલતા જોવા મળી છે. અંકલેશ્વરમાં ગુમ થયેલ બાળકીના ઘરે તેઓ પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટિલની નિયુક્તિ કરવામાં આવી છે તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગાજ વરસાવી કડક અધિકારી તરીકેની છાપ ઉપજાવી છે તો આજે તેઓનો સંવેદનશીલ સ્વભાવ પણ જોવા મળ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી ખાતે રાજપીપળા ચોકડી નજીકના મીરા નગર વિસ્તારમાં સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી 9 વાર્ષિય રુખસાર છેલ્લા ઘણા સમયથી ગુમ થવા બાબતે જીઆઈડીસી પોલીસ તેમજ અન્ય એજન્સીઓ પણ શોધખોળ કરી રહી છે
ભરૂચ: SP ડો.લીના પાટીલની સંવેદનશીલતા, ગુમ બાળકીના ઘરે પહોંચી પરિવાર સાથે કરી મુલાકાતત્યારે જ નવનિયુક્ત પોલીસ વડા લીના પાટીલે આજરોજ રુખસારના ઘરની મુલાકાત લીધી હતી અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેઓએ માસૂમ બાળકીની શોધખોળ માટે અલગ અલગ ટીમની રચના કરી છે તો સાથે જ લોકોને પણ બાળકીની કોઈ ભાળ મળે તો પોલીસને માહિતગાર કરવા અપીલ કરી હતી