Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાનોલીની હાઇકલ કંપની દ્વારા સેવાકાર્ય, સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિને રૂ. 8 લાખનો ચેક અર્પણ કર્યો

જિલ્લાના પાનોલી ખાતે આવેલ હાઈકલ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા પોતાના CSR ફંડમાંથી સેવાયજ્ઞ સમિતિને રૂ. 8 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

X

ભરૂચ જિલ્લાના પાનોલી ખાતે આવેલ હાઈકલ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા પોતાના CSR ફંડમાંથી સેવાયજ્ઞ સમિતિને રૂ. 8 લાખનો ચેક અર્પણ કર્યો હતો. જેમાં કંપનીના જનરલ મેનેજર સહિત HR વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચની સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના સંચાલક રાકેશ ભટ્ટ દ્વારા અહીં આવતા દરેક દિન દુખિયા, નિરાધાર અને બીમાર વ્યક્તિઓને સમયસર ભોજન, સારવાર અને દવાઓ આપી સેવા કરવામાં આવે છે. એટલું જ નહીં, સેવાયજ્ઞ સમિતિ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને એક્સ-રે, સોનોગ્રાફી, એમ્બ્યુલન્સની સેવા પણ મફત આપવમાં આવે છે, ત્યારે પાનોલી ખાતે આવેલ હાઈકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ તેમની CSR ફંડમાંથી રૂ. 8 લાખનો ચેક સેવાયજ્ઞ સમિતિના સંચાલક રાકેશ ભટ્ટને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કંપનીના જનરલ મેનેજર કૈલાશ ભરામદે, જનરલ મેનજર અભિષેક ચંદોલે, HR હેડ ધ્રુવાંગ મહેતા, સ્પલાય ચેન જુવૈદ સૈયદ, સેફ્ટી હેડ મનીષ શેઠ સહિતના અધિકારીઓએ સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા દર્દીઓની મુલાકાત લીધી હતી.

Next Story