/connect-gujarat/media/post_banners/d623c8ef3546200bea20265667af4394faf05edd80d4c91b9db65bbc849f0e0a.jpg)
ભરૂચ શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 11ના હાથીખાના વિસ્તારમાં આવેલ ભક્તોની આસ્થાના પ્રતિકરૂપ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રિના સમયે ગટરનું દુષિત પાણી પ્રવેશ્યુ હતું. મંદિરમાં આવેલ શિવલિંગ પર અતિશય દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો. મહાદેવના મંદિરના ફરી વળેલા દુષિત પાણીનો વિડિયો ભક્તોએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. સમગ્ર મામલે સ્થાનિકોએ નગરસેવકને રજૂઆત કરી હતી. તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ જાતે જ શિવ મંદિરમાં ભરાયેલા દૂષિત પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. જોકે, હિંદુત્વના નામે વોટ કાર્ડ રમતી સંસ્થા પણ મૌન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.