ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર નિર્માણ પામશે શ્રી શ્યામ મંદિર, ભૂમિપૂજન કરાયુ

અંકલેશ્વર નજીક હાઇવે પર શ્રી શ્યામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે જેના ભાગરૂપે મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.આ ભવ્ય મંદિરના નિર્માણ અર્થે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ સતત કાર્યશીલ રહ્યું છે ત્યારે 24મી એપ્રિલના રોજ શુભ મુહૂર્તમાં મંદિરના કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવના મોહનદાસજી મહારાજ અને વિજયકુમાર અગ્રવાલના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વર ભરૂચ અને સુરતથી મોટી સંખ્યામાં શ્યામ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના આનંદ ગોયલે જણાવ્યું હતું કે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે જેમાં શ્યામ બાબા દરબાર,સાલાસર બાલાજી મહારાજ અને માં અંબા શિવ પરિવાર સાથે મંદિરમાં બિરાજીત થશે.

Latest Stories