Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાંજરાપોળ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનોએ ગરબે ઘૂમી માઁ અંબાની આરાધના કરી

હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ એ નવદુર્ગા માતાજીની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે.

X

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનો દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબે ઘૂમી માઁ અંબાની આરાધના કરી હતી.

હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ એ નવદુર્ગા માતાજીની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે. આ પર્વમાં બહેનો 9 દિવસ નવદુર્ગા માતાજીની આરધના કરવા શ્રદ્ધાપૂર્વક ગરબે ઘૂમી આશીર્વાદ પ્રાપ્ત કરે છે, ત્યારે ભરૂચના પાંજરાપોળ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને માતૃશક્તિ મંડળની બહેનોએ ગૌમાતાનું પૂજન-અર્ચન કરી ગૌમાતાને લીલો ઘાસચારો ખવડાવી દાનપુણ્ય સાથે ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સહુ બહેનોએ ગરબે ઘૂમી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે જ ગૌવંશ હત્યા બંધ કરવા માટેના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

Next Story
Share it