Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી, ધાબા પર પતંગ રસિકોનો જમાવડો

ઉત્તરાયણના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો

X

ભરૂચ શહેર અને જીલ્લામાં ઉત્તરાયણના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો આકાશી યુદ્ધ ના પર્વ ઉત્તરાયણની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ જીલ્લામાં પણ આ પર્વ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાયું હતું. અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે નાના અને મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી. ડી.જે.ના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવાની મજા માણી હતી. ભરુચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના રાજકીય આગેવાનોએ પણ તેમના મિત્રવૃદ અને પરિવારજનો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી

Next Story