Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ટીવી અર્પણ કરાયા.

જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશન, ભરૂચ તરફથી શહેર તથા આસપાસના ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓને ડિજિટલ બનાવવાની મુહિમ હાથ ધરાય છે.

X

જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશન, ભરૂચ તરફથી શહેર તથા આસપાસના ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓને ડિજિટલ બનાવવાની મુહિમ હાથ ધરાય છે. જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ટીવી અર્પણ કરવામાં આવ્યા હતા.

ભારતના દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ હરણફાળ આગળ વધી રહ્યો છે, ત્યારે ખાનગી શાળાની સાથે ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ડિજિટલ પદ્ધતિથી અભ્યાસ મેળવી સ્માર્ટ બને તે હેતુથી જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા CRC ફંડમાંથી ભરૂચની નંદેલાવ પ્રાથમિક શાળા, મકતમપુર પ્રાથમિક શાળા, દાંડિયાબજાર પ્રાથમિક શાળા અને ભોલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરમાં ઉપયોગી નિવેડે તે માટે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે સ્માર્ટ ટીવી અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશનના સભ્યો, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચ, તલાટી અને પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ડિજિટલ બની ગામ, શહેર અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story