ભરૂચ: ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચના હાંસોટના ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરના સ્નેહમિલન સમારોહ અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરનો સ્નેહમિલન સમારોહ યોજાયો
New Update

ભરૂચના હાંસોટના ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરના સ્નેહમિલન સમારોહ અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના હાંસોટના ખરચ ગામે આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરના સ્નેહ મિલન સમારોહ અને વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તપોધન બ્રહ્મસમાજના મુકુંદ રાવળ,પાલવાડા સમાજના મંત્રી ગૌતમ ઉપાધ્યાય,સુરત ઔદીચ્ય સહસ્ત્ર ઉન્નતિ સમાજના મંત્રી તારક શુક્લ, ઔદીચ્ય સેવા સમાજના ઉપપ્રમુખ સમીર વ્યાસ, રાજન ભટ્ટ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન ભટ્ટ,મનન ભટ્ટ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજ દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી તો સાથે જ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે ભગવાન દત્તની સમૂહ આરતીમાં ઉપસ્થિતો ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશ ભટ્ટે કર્યું હતું.

#Bharuch #Gujarat #Connect Gujarat #Snehmilan ceremony #Beyond Just News #Audichya Seva Samaj #Kharach village
Here are a few more articles:
Read the Next Article