ભરૂચ શહેરમાં નગરપાલિકા હસ્તકની સીટી બસો ચાલે છે. જે સીટી બસમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવે છે. પરંતુ સીટી બસમાં કંડકટર દ્વારા ગેરલાભ ઉઠાવવામાં આવતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આપવામાં આવતી જીરો નંબરની ટીકીટ બસ કંડકટર દ્વારા મુસાફરને આપી આ ટિકિટના પૈસા વસુલ કરવામાં આવે છે. એનો સીધો મતલબ એ થાય છે કે, સીટી બસ દ્વારા થતી મોટા ભાગની કમાણી પાલિકાની તિજોરીએ જવાની જગ્યાએ સીધી કંડકટરના ખિસ્સામાં જાય છે.
સીટી બસમાં ચાલતા ટીકીટ કૌભાંડ મામલે સામાજિક આગેવાને પાલિકા પ્રમુખને રજુઆત સાથે આ મામલે યોગ્ય તપાસ તેમજ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.