Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સોયેબ પાર્ક પાણીની ટાંકીનું મુખ્યલાઇન સાથે કરાયું જોડાણ, પાણીની સમસ્યા થઇ હલ

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં જોડાણ આપી સોયેબ પાર્ક પાણીની ટાંકીની મુખ્ય પાઈપલાઈન સાથે કરવામાં આવેલી કામગીરી પૂર્ણ થતાં આ વિસ્તારોમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.

X

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં જોડાણ આપી સોયેબ પાર્ક પાણીની ટાંકીની મુખ્ય પાઈપલાઈન સાથે કરવામાં આવેલી કામગીરી પૂર્ણ થતાં આ વિસ્તારોમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ 10થી વધુ સોસાયટીઓના પાણીના પ્રશ્નનું કાયમ માટે નિરાકરણ લાવવામાં આવ્યું છે. 10થી વધારે સોસાયટીઓમાં પીવાનું પુરતું પાણી મળી રહે તે માટે મુખ્ય પાઇપલાઇનને સોયેબ પાર્કમાં આવેલી પાણીની ટાંકી સાથે જોડાણ કરાયું છે. ડુંગરી ટાંકીથી સિરાજ પાર્ક, મદની પાર્ક, સલમાન પાર્ક, શોયેબ પાર્ક, હુસેનીયા, ઝાકિર પાર્ક, શબનમ પાર્ક, લીંબુ છાપરી, ધોબી તળાવ, ભરૂચા મુસ્લિમ સોસાયટી, મોરલ હાઈલેન્ડ, સફારી પાર્ક, મુમતાઝ પાર્ક, સુહેલ પાર્ક, વસીલા, સંતોષી વસાહત, નન્નુમિયા, બીજલીનગર, પોલીસ હેડક્વાર્ટર, ગોકુલનગર, નવીનગરી, તાડીયા અને ફિરદોસ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો પહોચાડતી મુખ્ય પાઇપલાઇનનું જોડાણ શોયેબ પાર્ક પાણીની ટાંકી સાથે જોડાણ કરવાની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. સોયેબ પાર્ક ટાંકીથી ઉપરોક્ત વિસ્તારોમાં પાણી આપવાની વિતરણ વ્યવસ્થાનું લોકાર્પણ આજરોજ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, વોટર કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક કોર્પોરેટર શમશાદ અલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા ,સલીમ અમદાવાદી,સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story