ભરૂચ : દહેજમાં SPC લાઇફ સાયન્સ કંપનીનું કરાયું ભૂમિપૂજન, સ્થાનિકોને મળશે રોજગારીની તક

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ ઔદ્યોગિક વસાહતમાં વધુ એક વિશાળ યુનિટનું આગમન થયું છે. તો સાથે જ વાગરા તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે

ભરૂચ : દહેજમાં SPC લાઇફ સાયન્સ કંપનીનું કરાયું ભૂમિપૂજન, સ્થાનિકોને મળશે રોજગારીની તક
New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ ઔદ્યોગિક વસાહતમાં વધુ એક વિશાળ યુનિટનું આગમન થયું છે. તો સાથે જ વાગરા તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. વિશ્વની વિશાળ કંપનીઓ તાલુકાની ઔદ્યોગિક વસાહતોમાં સ્થાયી થઈ છે. દેશ વિદેશના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં ધમધમતા થયા છે. આ કતારમાં વધુ એક કંપનીનું નામ નામાંકીત થવા જઈ રહ્યું છે. ફાર્માસ્યુટિકલ કંપની SPC લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ દહેજ જીઆઈડીસીમાં કાર્યરત કરવા સામંતપોર-સંભેટી ગામ ખાતે વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ SPC લાઇફ સાયન્સ ગ્રુપના ઓનર સ્નેહલ પટેલ અને તેમના ધર્મપત્ની મિલી પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વિધિવત પુજા-અર્ચના અને ભજન કીર્તન સાથે ભૂમિપૂજનની વિધિ સંપન્ન થઇ હતી. SPC લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ 20 એકરથી વધુની જગ્યામાં નિર્માણ પામશે. જોકે, આગામી જાન્યુઆરી સુધીમાં આ યુનિટ શરૂ કરવાની કંપની મેનેજમેન્ટ દ્વારા ધારણા વ્યક્ત કરવામાં આવી છે. SPC લાઇફ સાયન્સ ગ્રુપના સંસ્થાપક સ્નેહલ પટેલ અને તેમના પત્નીએ કંપનીના નવા યુનિટ કાર્યાન્વિત થતાં આનંદ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોને રોજગારી અને કંપની નિર્માણમાં પ્રાધાન્ય મળશે તેવી જાહેરાત કરી હતી.

SPC લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગના ભૂમિપૂજન પ્રસંગે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, કંપની સંસ્થાપક સ્નેહલ પટેલ, મિલી પટેલ, HR હેડ સંજય પાંડે, ફાઇનાન્સ હેડ જીમિશ ગોહેલ તેમજ સ્ટાન્ડર્ડ સિક્યુરિટી એન્ડ મેન પાવર સોલ્યુશનના ચેરમેન રાધેશ્યામ તોમર સહિત કંપનીનો અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેનાર વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ પોતાના મત વિસ્તારમાં કંપનીના સ્થાપનથી 1200થી વધુ લોકોને રોજગારી મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થાનિકોને રોજગારીની તકો અને લાભો મળી રહેશે તેમ જણાવી કંપનીનો આભાર માન્યો હતો.

#Bharuch #Dahej #Locals #ground #employment #vagara #opportunities #SPC Life Science Company #breaking ceremony #arunshihrana
Here are a few more articles:
Read the Next Article