ભરૂચ: એસ.ટી.વિભાગના કર્મચારીઓએ દિવાળી પહેલા જ ફટાકડા ફોડી ઉજવણી કરી,જુઓ શું છે કારણ

ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી હતી.

New Update
ભરૂચ: એસ.ટી.વિભાગના કર્મચારીઓએ દિવાળી પહેલા જ ફટાકડા ફોડી ઉજવણી કરી,જુઓ શું છે કારણ

ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી હતી. જેનું સુખદ સમાધાન આવતાં કર્મચારીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી ખુશી મનાવી હતી.

ભરૂચ એસટી વિભાગના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે બાયો ચઢાવી આંદોલનનું રણશિંગુ ફૂંકી દીધું હતું.જેમાં કર્મચારીઓએ અલગ અલગ વિરોધના કાર્યક્રમો આપીને સરકાર સામે વિરોધ નોધાવી રહ્યાં હતાં.જેથી સરકારે એસટીના યુનિયનના આગેવાનો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણાઓ કરી હતી.આ બેઠકમાં સરકાર દ્વારા કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણીઓ સ્વીકારી લીધી છે.જેમાં મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે. ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓનો 20 ટકા પગાર વધારો જાહેર કર્યો છે,જ્યારે એચઆરએ જેવા મુખ્ય ત્રણ પ્રશ્નોનાના નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.જેથી દિવાળી પહેલા જ હજારો કર્મચારીઓને દિવાળીની ભેટ મળી ગઇ છે.

Latest Stories