ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા આવતીકાલે યોજાનાર તલાટીની પરીક્ષાના પરીક્ષાર્થીઓની સુવિધા માટે વધારાની 100 બસોનું આયોજન કરવામાં આવ્યું છે રવિવારે તલાટીની પરીક્ષા યોજાનાર છે.ભરૃચ અને નર્મદા જિલ્લામાંથી 21 હજારથી વધુ ઉમેદવારો વલસાડ, નવસારી જિલ્લા વિગેરે સ્થળે પરીક્ષા આપવા જનાર છે તો પંચમહાલ,દાહોદ વિસ્તારમાંથી 11 હજાર જેટલા ઉમેદવારો ભરૃચ જિલ્લા માં આવનાર છે.
જે માટે ભરૃચ નર્મદા એમ બન્ને જિલ્લામાંથી કુલ 100 જેટલી એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા એસ.ટી.વિભાગ દ્વારા કરવામાં આવી છે.તા.6 મેની સાંજથી જ આ બસો દોડાવાની શરૂઆત થઈ જશે. આ માટે ખાસ અધિકારીને જવાબદારી દરેક પોઇન્ટ પર સોંપી તહેનાત કરવામાં આવ્યા છે.આ અંગે ભરૃચ એસ.ટીના વિભાગીય નિયામક શૈલેષ ચૌહાણે માહિતી આપતા જણાવ્યુ હતુ કે પરીક્ષાર્થીઓઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે એસ.ટી વિભાગ દ્વારા તમામ પ્રકારનુ આયોજન કરવામાં આવ્યું છે