Connect Gujarat
ભરૂચ

ભરૂચ: STના અધિકારી પાંચ ભાષામાં ઊંધું લખવામાં માહેર,કિશોરાવસ્થામાં એમ્બ્યુલન્સમાં ઊલટું લખેલું જોઈ પ્રેરણા મળી

ભરુચ એસટીના ક્લાસ ટૂ ઑફિસર તરીકે ફરજ બજાવતા મૂળ સૌરાષ્ટ્રના યુવાને મિરર ઈમેજ એટલેકે ઉલટું લખવાની અનોખી સિદ્ધિ મેળવી છે.

X

નોકરી કે કામ ધંધો કરીને અનેક લોકો જીવન જીવતા હોય છે, પણ કેટલાક એવા ધુની લોકો પણ હોય છે, જેમને કંઈક અલગ કરવાની ચાનક ચઢેલી હોય છે અને તેના માટે તેઓ અથાગ મહેનત કરતા હોય છે.આવી જ અનોખી ચાનકવાળા ભરુચ એસટીના ક્લાસ ટૂ ઑફિસર તરીકે ફરજ બજાવતા મૂળ સૌરાષ્ટ્રના યુવાને મિરર ઈમેજ એટલેકે ઉલટું લખવાની અનોખી સિદ્ધિ મેળવી છે.

વડોદરામાં રહેતા અને ભરૃચ એસટીના સિનિયર લેબર ઓફિસર અને ઇન્ચાર્જ વહીવટી અધિકારી એવા ક્લાસ ટૂ ઑફિસર તરીકે ફરજ બજાવતા મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના જોરાવરનગરના જય સિંધવે એક સાથે પાંચ ભાષા ઊંધી લખવા-વાંચવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ કળાને સાહિત્યની દુનિયામાં મિરર ઈફેક્ટ તરીકે ઓળખાય છે. વર્ષ ૨૦૦૦ની સાલમાં તેઓ કૉલેજમાં ભણતા હતા ત્યારે પ્રોફેસરના લેક્ચર લખવામાં ઘણા પાછળ રહી જતા હતા. તેઓ સ્પીડમાં લખવા માટે મનોમંથન કરતા હતા. તે દરમિયાન તેમને રસ્તેથી પસાર થતી એક એમ્બ્યુલન્સ પર ઊલટું એમ્બ્યુલન્સનું લખાણ જોઈને તેઓને પ્રેરણા મળી હતી.

જેને અરીસામાં જોતાં તે સીધું દેખાતાં તેમણે ઊલટું લખવા-વાંચવાનું શરૂ કર્યું હતું.ગુજરાતી ઉપરાંત હિંદી. સંસ્કૃત, મરાઠી અને અંગ્રેજીમાં પણ તેઓ સડસડાટ ઊંધું લખે છે.સડસડાટ ઊલટું વધુ ઝડપ મેળવીને લખવા વાંચવાના મહારથી જય સિંધવને ભવિષ્ય અંગે જણાવે છે કે હાલ માં ભારત ના બંધારણને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં મિરર રાઈટીગમાં લખી રહ્યા છે તો તે દરેક ધર્મના પુસ્તકોને પણ આ રીતે લખવા માંગે છે.આગામી દિવસોમાં ઉલટું લખવા,વાંચવામામાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી ભરૃચ અને ગુજરાતનું નામ ઉજ્જવળ કરવાની ખેવના છે.

Next Story