Connect Gujarat
ભરૂચ

ભરૂચ:નર્મદા નદીના કિનારે આવેલ મહેગામની આવી પરિસ્થિતી ! લોકોએ પીવુ પડે છે તળાવનું પાણી

કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામની મિલકતો અને જમીનનો ડ્રોન સર્વે કરવા આવેલી ટીમ સામે ગામની મહિલાઓએ પ્રચંડ વિરોધ ઉઠાવી "પાણી નહીં, તો સર્વે નહીં" માંગ ઉઠાવી હતી.

X

ભરૂચ તાલુકાના મહેગામ ખાતે કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામની મિલકતો અને જમીનનો ડ્રોન સર્વે કરવા આવેલી ટીમ સામે ગામની મહિલાઓએ પ્રચંડ વિરોધ ઉઠાવી "પાણી નહીં, તો સર્વે નહીં" માંગ ઉઠાવી હતી.

એક તરફ સરકાર આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહી છે, જ્યારે બીજી બાજુ ભરૂચ તાલુકાનું મહેગામ ગામ આજે પણ પાણી માટે ગુલામી જેવી અવસ્થામાં જીવે છે. આઝાદીના ૭૪ વર્ષ થવા છતાં સરકાર હજી આ ગામમાં પાણી પહોંચાડી શકી નથી. નર્મદા કાંઠે વસેલું મહેગામ આજે પાણી માટે વલખાં મારે છે. આજે પણ આ ગામમાં મહિલાઓને ગામના તળાવમાંથી પાણી ભરીને લાવવું પડે છે. સરકારે પાંચ વર્ષ પહેલાં પાણી પુરવઠાની યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે પાઇપ લાઇન નાખી છે. પરંતુ તેમાં પાણીનું એક ટીપું ગામને મળ્યું નથી. આ લાઈનો આજે પણ કોરી કટાક છે.

કારણ કે, સરકારે પાઇપ લાઇન તો નાખી પણ તેમાં પાણી આપ્યું નથી. પાણી વિના ટળવળતા ગ્રામજનોએ અને મહિલાઓના ટોળાએ તાજેતરમાં જ સરકારની એક યોજનામાં ગામનો સર્વે કરવા ગયેલી ટીમને ગામની મહિલાઓએ આડે હાથ લઈ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ સરકારની ટીમ મહેગામ ખાતે પહોંચી હતી, અને ગામની મિલકતો તથા જમીનોની ડ્રોન મારફતે સર્વે કરવાની કામગીરી હાથ ધરવાની શરૂઆત કરી હતી. જેની સામે ગ્રામજનોએ પ્રચંડ વિરોધ ઉઠાવ્યો હતો. ગ્રામ પંચાયતે પણ જ્યા સુધી ગામમાં પાણીની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી સરકારની યોજના હેઠળના સર્વેનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Next Story